Gujarati Quote in Whatsapp-Status by ધબકાર...

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હોવું... ના હોવું...

ઘણીવાર આ શબ્દ સાંભળવા મળે છે. સંબંધ કોઈપણ હોય હું હોવ ના હોવ શું ફેર પડે...

ખરેખર આમ જોવા જઈએ તો સત્ય એ પણ છે કે કોઈ હોય ના હોય એનાથી કોઈ ફેર પડતો નથી. સૃષ્ટિ એમજ પોતાની રીતે ચાલ્યા કરે છે.

તેમ જોઈએ તો કદાચ ફેરફાર માત્ર એક બે વ્યક્તિની જીવન શૈલીમાં થાય છે જે એનાથી એકદમ જોડાયેલી હોય. કદાચ આ જ એક કુદરતની કમાલ છે કે એ વ્યક્તિ જીવનમાં જવાથી જીવન પૂર્ણ નથી થતું પણ જીવન બદલાઈ જાય છે.

જીવનમાં એક એવું પરિવર્તન જે પરિવર્તન આજીવન ના આવ્યું અથવા આવી શક્યું હોય જે એકદમ અચાનક આવી જાય છે. આજીવન એક એવો ફેરફાર જે કોઈની અનુપસ્થિતિ નો અહેસાસ પળ પળ કરાવતો રહે છે.


સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111713363
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now