"ચાલને ફરી એકવાર મળી લઈએ."
ચાલને ફરી એકવાર મળી લઈએ,
ચાલને એ જૂની યાદો ને ફરી વાગોળી લઈએ.
ચાલને ફરીએકવાર લેક્ચરો બંક મારીને,
કલાકો સુધી વાતો કરી લઈએ.
ચાલને ફરી એકવાર કામના બહાને ,
આખી કૉલેજ માં ચક્કરો લગાવી લઈએ,
ચાલને ફરી એક વાર વાત છુપાવવાના લીધે ખૂબ ઝગડી લઈએ,
ચાલને એ જિંદગી એકવાર મન ભરીને જીવી લઈએ .
ચાલ ને ફરી એકવાર અસાઇમેન્ટ માટે છેલ્લા દિવસે આખા ક્લાસ માં દોડી લઈએ,
ચાલને ફરી એકવાર એ રીસેસ માં બેલ માં દોડીને કેંટીન તરફ દોટ મૂકી લઈએ,
ચાલ ને ફરીએકવાર પ્રાથના માં ના બેસવા ધીમા માં ધીમે ગતિએ ચાલી લઈએ,
ચાલને ફરી એકવાર છેલ્લા લેક્ચર માં બેલ પડતા જ મેરેથોન ની જેમ દોડી નીકળીએ.
ચાલને ફરી એ પ્રોફેસરો ને સાથે સમય વિતાવી લઈએ ,
એ વીતી ગયેલી યાદો ને ફરી એકવાર જીવી લઈએ,
ચાલને એ કૉલેજ ને, એ પ્રોફેસરોને, એ ક્લાસ ને , એ કેંટીન ને , એ લાયબ્રેરી ને , એ રંગમંચ ને ફરી એકવાર આંખો માં વસાવી લઈએ,
ચાલને ફરી એકવાર મળી લઈએ,
ચાલને ફરી એકવાર એ જિંદગી ને મન ભરીને જીવી લઈએ.