પ્રણય એનો જતાવે નહિ તો કરવું શું?
હ્ર્દય મારે પધારે નહિ તો કરવું શું?
શબદ તારા હૃદયને વાગતા છતાં પણ,
ગઝલને એ લખાવે નહિ તો કરવું શું?
જરા આજે મૌન ધારણ મેં કરી લીધું,
જગતની એ વાત ફાવે નહિ તો કરવું શું?
હકીમો તો બધા છે નામનાં ખાલી,
દરદ મારો મટાડે નહિ તો કરવું શું?
જરા આ ચૂંદડી માથે જ ઢાંકી દે
કફનથી એ સજાવે નહિ તો કરવું શું?
-આભાસ