બે મુક્તક...
વાંસળીને મોરપીચ્છુ સાથમા છે, કૃષ્ણ છુ.
ને પરિશ્રમનુ સુદર્શન હાથમા છે, કૃષ્ણ છુ.
પ્રેમ ગોકુળથી અને મેવાડથી છૂટી ગયો,
વેદનાઓ ને પીડાઓ બાથમા છે, કૃષ્ણ છુ.
- દિપક મહિડા 'દર્પણ'
****
અગર તારી નજર મારી ઉપર મીરા સમી હોતે,
અમે પણ આ હદયના આંગણે લીલા રચી હોતે.
ભરીને ઝેરના પ્યાલા જમાનો મોકલે તો શુ ?
મે મારી વાંસળી તારા જ હોઠો પર ધરી હોતે.
- દિપક મહિડા 'દર્પણ'