કહાન તારા શ્વાસનો અધાર રાધા,
નૈ સમીપે તો ય નકરું વ્હાલ રાધા.
ને જગત આ એક ને જ ઓળખે તે,
શ્યામ સાથે જોડાયેલું નામ રાધા.
કેટલાં વીતે યુગો?વીતે જનમ અહિ,
એ ભરોસાને નિરખતી આંખ રાધા.
જાપ છોડી,નામ છોડી,ભાન છોડી,
પામવા જો કહાન ને તો દ્વાર રાધા.
અર્થની ક્યાં છે મથામણ એમનામાં?
શબ્દ પામી બ્રહ્મ સંગ સંવાદ રાધા.
અર્ચના🌺