આંખમાં એવી ય અમથી આવતી,
એ નજર થી વાત સઘળી આવતી.
તું હશે ક્યાં એક ઈશારો મળે,
હું નદીની જેમ ખળતી આવતી.
શબ્દની પણ આપ લે તારા કરે,
મૌન એવી રાત વળગી આવતી.
એકલા જ ચાલવું આદત બની,
ભીડ મારામાં જ ભરતી આવતી.
શું હશે પરિણામ ક્યાં એની ખબર?
સાર ગીતાનો હું સમજી આવતી.
અર્ચના🌺