આંખ એની તેજ તીખી તીર જેવી,
ચાલ લાગે જો વહેતા નીર જેવી.
બોલ બોલે મધ સરીખા એ મદીરા,
કેમ લાગે છે મને એ ખીર જેવી!.
અટપટી થોડી મને લાગી પહેલી,
શીખ આપે જો મને એ પીર જેવી.
જિંદગીમાં મૌતનો તો ડર જ કયાં છે?
લાગતી એ તો મને ભડવીર જેવી.
પ્રેમની એણે પરીભાષા લખી જો,
જિંદગીમાં આ 'ફિઝા' છે ધીર જેવી.
કાજલ કાંજિયા 'ફિઝા'
છંદ: ગાલગાગા/3