તોળી ને શબ્દ તોળુ છુ,તોળેલ શબ્દ તોળનાર હું ચારણ છુ
ભટક્યા ને રાહ ચીંધનારો,ભુલોક નો તારનારો હું ચારણ છું
ડુબતા સમાજ ને સત્ય રાહ બતાવુ છું,કિનારા ને કળાવુ છું
કળશ મે મહાસાગર ઉપજાવુ,ઓતી કાવ્ય ગાતો ચારણ છું
સાંકડી શેરીએ ચઉરય ચણાવી શકું,ખૌર ને ખીલવનારો છું
પાળીયા હજીયે બેઠા કરી શકું,શારદા આરાધતો ચારણ છું
વીરરસ વાણી ભરપુરો ડેબાળ છું,લેખણી લેખણહારો છું
અનહદ ઓટ ઓડાવા આંકનારો,લ્હેર ની ઉગત ચારણ છુ
ભોરીંગ કુળ મોસાળ અમારું,ઉગતા ભાણ નો ભાણેજ છું
શબ્દ થી ગ્રંથ ને ઘડનારો,આઈ ઉપાસક હિતદાન ચારણ છું
-Kavi Hitdan 9023323724