# નાવ મારી ડૂબી ડૂબી જાય #
ડગ મગ ડગ મગ થાય
નાવ મારી હાલક ડોલક થાય
આ તુફાની દરિયામાં નાવ મારી ડૂબી ડૂબી જાય.
નથી કોઈ નાવીક મારી નાવ માં
નાવ મારી રસ્તા ભૂલી જાય
આ તુફાની દરિયામાં નાવ મારી ડૂબી ડૂબી જાય.
ઉભી છું મધ દરિયે હું
દિશા ચુચક તૂટી જાય
આ તુફાની દરિયામાં નાવ મારી ડૂબી ડૂબી જાય.
કેમે કરી કોઇ માણસ નાં દેખાય
અખૂટ સમુદ્રમાં હું તરસે મરી જાવ
આ તુફાની દરિયામાં નાવ મારી ડૂબી ડૂબી જાય.
નાવડી યે તો દગો દીધો
દરિયાથી હાથ મિલાવી મને દુબડતી જાય
આ તુફાની દરિયામાં નાવ મારી ડૂબી ડૂબી જાય.
અહી જોવું, તહી જોવું ખાલી સિંધુ જ દેખાય
નીચે સમુદ્ર ખારો, ઉપર આકાશ દેખાય
આ તુફાની દરિયામાં નાવ મારી ડૂબી ડૂબી જાય.
હારી હું તન થી
મન ઘેલું બની જાય
આ તુફાની દરિયામાં નાવ મારી ડૂબી ડૂબી જાય.
બોલવું ઇસ ને, આવી મધ દરિયે તારો મુજને
આ સિંધુ ને શિખામણ આપો
આ તુફાની દરિયામાં નાવ મારી ડૂબી ડૂબી ગઈ.
ડૂબી નાવ હારી હું તન- મન થી
રોષે ભરાઈ ઈસ થી આંખો મારી બંધ થઈ જાય
આ તુફાની દરિયમાં નાવ મારી ડૂબી ડૂબી ગઈ.
ખોલી મારી આંખડી જોવું તો પ્રકાશ જ દેખાય
ઇસે તારી મુજને એ જાણી હરખના સમાય
આ તુફાની દરિયામાં નાવ મારી તરી જાય.
Dip@li