Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૃત્યુ એટલે.
આ માછલીની
આંખમાં ઠરી જતો સમય

મૃત્યુ એટલે
આ શાસ્ત્રી બાગના બાંકડે
ચિરનિદ્રામાં પોઢી ગયેલ વૃદ્ધના
મુખ પર ઝળકતી શાંતિ

મૃત્ય એટલે
આ અકસ્માતમાં
લોહી-માંસનો લોચો બની ગયેલ
મા ને તાકતા અવાક બાળકની
આંખમાં વ્યાપતો સુનકાર !!!

મૃત્યુ એટલે
કોઈ ધનિકના દરવાજે
દાન-પુણ્ય લેવા ભેગા થયેલ
ભિખારીઓની કતાર

મૃત્યુ એટલે
આસન્નમૃત્યુ જુવાનની
ઉપર તોળાયેલી
પત્નીની આંખમાં અડ્ડો જમાવી
બેઠેલો ભયનો ઓથાર!!!

મૃત્યુ એટલે હોવું!!!


*જયશ્રી જોષી
Shree Joshi

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111708027

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now