શબ્દ..
તારે સથવારે તો હું, લખુ છું રચના અહીં
તું ખુબસુરત રચના છે, આ ગઝલ લખવાને
તારી યાદ ના દરિયા,આંખો માં છલકાવ્યા છે
ડૂબી ગયો છું પ્રેમ માં, આવ મને તારવા ને..
શીદ ને તું રિસાઈ છે, આ તરસ્યા હૃદય થી
રાહ જોઇશ હું સદા, તારો પ્રેમ પામવાને
મંજુર છે મને બધા, ચમન ના કંટકો હવે
ફૂલડાં સાચવ્યા છે મે, તને સુગંધ આપવાને
દિલ તારી મહોબ્બત, માં ગાફિલ બની ગયુ
એક વાર આવી ને જો, મારી ખબર લેવાને
દુનિયાની આ રસમો, લાગે બહુ વસમી મને
શીદ ને દિલ બાંધ્યું છે, મુક્ત કર ચાહવાને
શબ્દ જડતા નથી, નવુ કાંઈ હવે શું લખુ?
"કલ્પના"તું ક્યાં?, આવ "બકુલ" મળવા ને
-બકુલ ની કલમે...✍️
ગઝલ
18-05-2021
07.05