Gujarati Quote in Blog by Kamlesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાત રંગ તારી એક એક અદામાં,
હું તો બસ એ રંગે રંગાઇ રહ્યો...
ભરીદે મને રંગોથી, કે કરી દે બેરંગ,
કોરો કાગળ આ દિલનો,તુજને ધરી રહ્યો...

ગહેરાઇ તારી એક એક વાતમાં,
હું તો બસ એ વહેણમાં વહી રહ્યો ...
કરી દે પાર પતવાર, કે ડૂબાળ મઝધાર,
સુકાન આ નાવનું, લે તારે હાથ સોંપી રહ્યો...

ગજબ ભૂલામણીઓ, તારી અટપટી રાહોમાં,
હું તો બસ, એ ભૂલભૂલૈયામાં ભટકી રહ્યો...
લઇ લે મને આગોશમાં,કે કરી દે લાપતા,
હૈયાની રાહોનું હથિયાર, તુજ ને જ બનાવી રહ્યો...

છે પ્રિત અનોખી, તારી એક એક ધડકનમાં,
હું તો બસ એ સ્પન્દંનમાં, તરબોળ થઇ રહ્યો...
મૂક આ પ્રિતને શિખરે,કે ઊંડી ખીણે ઉતાર,
હું તો બસ આપણી, આ અનોખીપ્રિતને ચાહી રહ્યો...

Gujarati Blog by Kamlesh : 111705949
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now