નહીં આવડે
તારી જેમ અલિપ્ત રહી તને
ચાહતા
નહીં આવડે
તસતસતાં ચુંબન ને ભીંજવતાં સંવનન
પ્રેમનો વિષય બનાવતા મને
નહીં આવડે
પ્રતીક્ષા જ સ્વભાવ, પ્રતીક્ષા જ
નિયતિ
બહુ ઉપરવટ જતાં
નહીં આવડે
થઈ શકું ન્યોછાવર
તુૃં કહે ત્યારે, પણ...
ઓળઘોળ તારામાં ખૂંપેલું મન
ખેંચી ફગાવતા
આ જે બેહદપણું છે
એ જ હું છું
એને છૂપાવતા
કે પ્રદર્શનમાં મૂકતાં
મને
નહીં આવડે...
--નિર્મોહી