આપણું કોઈક હોવું જોઈએ
જેને સાથે મન મૂકી ને ક્યારક વાતો કરી શકાય
એવું કોઈક હોવું જોઈએ જેને ક્યારેક આપણા હદય પર હાથ રાખી ને ધડકન સાંભળવા કહી શકાય
એવું કોઈક હોવું જોઈએ જેના ખંભા પર માથું ઢાળી ને આંસુ વહાવી શકાઈ
એવું કોઈક હોવું જોઈએ જેની પાસે ગમે ત્યારે મદદ માંગી શકાય
એવું કોઈક હોવું જોઈએ જેને માત્ર સવાલો જ પૂછી શકાય
એવું કોઈક હોવું જોઈએ જેને ગળે ગમે ત્યારે વળગી શકાય
એવું કોઈક હોવું જોઈએ જેના સાથે કશું પણ છુપાવી ના શકાઈ
એવું પણ કોઈક હોવું જોઈએ એટલે કેવું હોવું જોઈએ
મારે તો કોઈક કૃષ્ણ જેવું જોઈએ છીએ જેની હું દ્રોપતી છું એવું કહી શકાય...
પૂજા...
29-10-20
-Pinalbaraiya