◾️સાહેબ, હવે તો આંખ ખોલો
સાહેબ, હવે તો આંખ ખોલો
હાથ પર હાથ મૂકીને ક્યાં લગ મૌન ધરશો બોલો
સાહેબ, હવે તો આંખ ખોલો
માળાના મણકાઓ તૂટ્યા,ભીતરના અજવાળાં ખૂટ્યા
ફંગોળાયા શ્વાસ ફ્કોફક,ભજન વચોવચ તાર તૂટ્યા
મરી ગયેલી,લાશો ના કરકોલો
સાહેબ, હવે તો આંખ ખોલો
અજવાળાની છાતી વચ્ચે, અંધારાના દન ઊગ્યા છે
કોઈ કહી શકે નહીં ખુલીને,કોને કોના પાપ દુખ્યા છે ?
છોલાઈ ગયાં છે વધુ ના છોલો
સાહેબ, હવે તો આંખ ખોલો
તપ તપી ગયું,તખ્ત તપી ગયું, તપી ગઈ બદ્ધિ શાખો
દેશ ભડકે બળી રહ્યો છે, બળી જવાની બીક રાખો
બધે બધુ રાજપાટથી ના તોલો
સાહેબ, હવે તો આંખ ખોલો
હાથ પર હાથ મૂકીને ક્યાં લગ મૌન ધરશો બોલો
સાહેબ, હવે તો આંખ ખોલો
~ પ્રવીણસિંહ ખાંટ