આજ સવારે 8 વાગે મારાં પાડોશી એ બાઈક ની ચાવી માંગી
અને કહ્યું મારે લેબોરેટરીમાં રિપોર્ટ લેવા જવું છે,
મેં પણ દવાખાનાનું કામ હતું તો ના ન પાડી, લઈ જા ભાઈ
થોડીવારમાં રિપોર્ટ લઈને પાછો આવ્યો અને મને ચાવી આપીને ભેટી પડ્યો ધન્યવાદ ધન્યવાદ કહેતો ચાલ્યો ગયો ....
જેવો એ એના ઘેરે પહોંચ્યો...
દરવાજે ઉભા ઉભા જ એની પત્ની ને બોલવા લાગ્યો..
રિપોર્ટ પોજીટીવ આવ્યો છે ....!
જયારે શબ્દો મારાં કાને પડ્યા તો હું તો પડતા પડતા રહી ગ્યો ..
ગભરાઈ ને હું તો મારાં હાથ સેનિટાઇઝર થી સાફ કરવા લાગ્યો..
અને બાઈક પણ ધોઈ નાખી...
પાછું યાદ આવ્યું એ મને ભેટ્યો પણ હતો ...
મનમાં વિચાર્યું , "મરી ગ્યો તું બેટા, તનેય કોરોના થવાનો જ છે ...."
ફરી ને પાછો ડેટોલ સાબુ થી ઘસી ઘસી ને નાહ્યો અને બાથરૂમના એક ખૂણામાં દુઃખી થઈ ને બેઠો રહ્યો....
થોડીવાર પછી મેં પડોશી ને પાછો ફોન કરી ને કીધું..,"
ભાઈ, તમારો રિપોર્ટ પોજીટીવ જ હતો તો કમસેકમ મને તો નહોતું અડવું !હું ગરીબ માણસ તો બચી જાત ..!!.😭
ત્યાં તો પાડોશી જોર જોર થી હસવા લાગ્યો અને બોલ્યો..
અરે તમે ક્યા રિપોર્ટ ની વાત કરો છો.. ?
એતો તમારી ભાભી નો પ્રેગ્નેન્સી રિપોર્ટ હતો.. જે પોઝીટીવ આવ્યો છે.. આવો પેંડા ખાવા ... કેટલાં વર્ષે અમારે ઘરે પારણું બંધાશે.!😀😀
બધા રિપોર્ટ કાંઈ કોરાના ના થોડા હોય ....!😜
😂😂😂