જ્યારે મને તે પા પા પગલી પડાવતી
રડતી જ્યારે હું ત્યારે ' અમી ' ભર્યું ધાવણ ધવડાવતી
' માં ' આજે તારી બહુ યાદ આવે છે
નાની હતી ત્યારે એના અરમાનો ને છોડી
જ્યારે પડી હું રમતાં રમતાં ત્યારે ખુલ્લા પગે એ દોડી
' માં ' આજે તારી બહુ યાદ આવે છે
રડતી હતી ખૂબ જ્યારે મીઠું હાલરડું ગાઈ સુવડાવતી
મારાં ઘાવ માં પોતે પણ ઘવાતી
' માં ' આજે તારી બહુ યાદ આવે છે
આંખો ખોલી ત્યારે તારા ખોળામાં મારું માથું હતું
તારા ભીંજાયેલા પાલવમાં મારા વહાલનું એ ટીપું હતું
' માં ' આજે તારી બહુ યાદ આવે છે
પહેલીવાર જેણે મને વિખૂટી પાડી ને શાળાએ મોકલી
મારા સામે હસી ને ઘરના ખૂણામાં રડતીએ
એકલી
' માં ' આજે તારી બહુ યાદ આવે છે
કરીશ જિંદગીભર સેવા મારી ' માં ' ની
ખોલી જ્યારે આંખો ત્યારે કોરોનાએ મારી ' માં ' ને છીનવી લીધી
' માં ' આજે તારી બહુ યાદ આવે છે
સંસ્કારોનું સિંચન બાકી હતું મારામાં
હાલ હું જોઈ શકું છું ફકત તારામાં
' માં ' આજે તારી બહુ યાદ આવે છે
કોણ હતી એ જેને મારા માટે સુખ નો સાગર વહેતો કર્યો
' માં ' હતી એ મારી જેણે શક્તિ બની દુઃખને છેટો કર્યો
' માં ' આજે તારી બહુ યાદ આવે છે
કેમ રહી શકીશ તારા વગર ' માં ' આ દુનિયા
જનની ખોટ મને લાગશે મારા જીવનમાં
' માં ' આજે તારી બહુ યાદ આવે છે