Gujarati Quote in Funny by Bhumika Vyas

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સાવધાન
કોવિડ વેક્સિન લગાવવા વાળા
મહેરબાની કરીને ધ્યાન આપો.🙏🏻

કાલે અશોકનગરમાં એક ભાઈ કોવિડ વેક્સિન લગાવી જ્યારે ઘરે જઈ રહ્યા હતા, તો એમને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગ્યુ.

ઘરે પહોંચતા પહોંચતા તેઓ બહુ જ ગભરાઈ ગયા અને તરત જ વેક્સિન સેન્ટર પર ફોન કરી પોતાની તકલીફ વિશે વાત કરીને જાણ કરી.

વેક્સિન સેન્ટરેથી કહેવામાં આવ્યુ કે તમે તરત જ પાછા અહીં આવી જાવ, કેમ કે તમારા ગયા પછી તમને વેક્સિન આપનાર નર્સને પણ ઝાંખુ દેખાવાનું ચાલુ થઈ ગયુ છે.

એ ભાઈ તરત જ વેક્સિન સેંટર પાછા પહોંચ્યા, તો ડોક્ટરે એમને ચશ્મા આપતા કહ્યુ, કે આ લો તમારા ચશ્મા અને તમે જે નર્શના ચશ્મા પહેરીને જતા રહ્યા હતા તે પાછા આપો.

હસતા રહો,,,,🤗
હસાવતા રહો....😂
બહું મગજ ના ચલાવો...😊

અને હા...
વેક્સિન અવશ્ય લગાવો.🙏🏻

Gujarati Funny by Bhumika Vyas : 111703660
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now