મનની ઝંખના ઝુરાપામાં સમાઈ,
આ હૃદયમાં ખાલીપો દઈ ગઈ..
ભૂલતા અમને જમાનો થયો,
પળમાં ખંજર ઘા કરી ગઈ..
કેવી ધુમ્મસની ચાદરમાં લપટાઈ,.!
ઓસ બુંદોની જેમ વહી ગઈ..
વર્ષો પછી શીખ્યા હસતા અમે,
પાંપણ પલાળી અશ્રુબુંદ દઈ ગઈ..
હા, તારી યાદ મનસે આવી,
ફરીથી એક ઘાવ દઈ ગઈ..
તા.૧/૫/૨૦૨૧
દર્શના હિતેશ જરીવાળા (રાધે રાધે)