'ઈશ્વર' અને 'સમય'
ધારે તે કરે.....
આ મનુષ્ય અમથે અમથો જ
ગુમાનમાં ફરે...
કોઈએ વિચાર્યું પણ નહોતું
કે શ્વાસ ના પૈસા દેવા પડશે ને
એના માટે મહામારી સર્જાશે.....
એટલે પ્રેમ જોઈએ છે
તો સમર્પણ ખર્ચવું પડશે...
વિશ્વાસ જોઈએ છે
તો નિષ્ઠા ખર્ચ કરવી પડશે...
સાથ જોઈએ છે
તો સમય ખર્ચ કરવો પડશે
કોણે કહ્યું આ સંબંધો
મફતમાં સચવાય છે.....
મફતમાં તો એક શ્વાસ
પણ નથી મળતો...
એક શ્વાસ લઈએ છીએ
ત્યારે બીજો છોડીએ છીએ....