લખ્યો છે કાગળ માત એ ઈશને મારા ઘરનો દિવડો બુઝાય ગ્યો
આવીશ કહીને હંમેશને માટે રડતો મૂકી ગ્યો
લખ્યો છે કાગળ......
રડતી એ ઘરની દીવાલ કહે મારો સાથી એ છૂટી ગ્યો
બાપનો સહારો બનતો એ ડાબો હાથ એ છોડી ગ્યો
લખ્યો છે કાગળ.......
જીવનસાથી નાં હાથનો એ લાલ ચૂડલો ભાંગી ગ્યો
જન્મો જનમ ના સાથને એતો નોંધરો મૂકી ગ્યો
લખ્યો છે કાગળ......
દીકરી કહે છે કાળએ મારું કાળજું કાઢી ગ્યો
બાપ - દીકરી નાં પ્રેમની એતો ફોરમ ફેલાવી ગ્યો
લખ્યો છે કાગળ.....
લોહી ધબકતું બાપનું જેમાં એ મિત્રએ છૂટી ગ્યો
હસતી હતી જે ઘરની નીવ એ રડતી મૂકી ગ્યો
લખ્યો છે કાગળ......
બહેને બાંધેલી રાખડીનો એ તાંતણો તૂટી ગ્યો
બાપ સમુખો હાથ મૂકતોએ ભાઈનો હાથ તો ઊઠી ગ્યો
લખ્યો છે કાગળ.....
સુનું થયું મારા ઘરનું આંગણ એની મોભ જો ચાલ્યો ગ્યો
આંખે વરસતી ' અમી 'ની ધારાને યાદોમાં ગુંઠતો ગ્યો
લખ્યો છે કાગળ....
ફૂટ્યો છે હવે પાપનો ઘડો પણ પ્રભુ હવે તારા બાળ ને માફી દયો
રડે છે લાખો પરિવારના હૈયા હવે કાળ ને પાછો લ્યો
લખ્યો છે કાગળ......
મૂંઝાયો છે બાળ તારો હવે મારગ તો બતાવી દયો
કરે વિનંતી બાલુડા તારા હવે થોડી હિંમત આપી દયો
સમજી ગયા તારા બાળ હવે પ્રભુ દયા તો કરી લ્યો
રીઝવે છે તારા બાળ હવે પ્રભુ મૃત્યુને રોકી લ્યો
અમીષા.એમ. માલવણીયા
ગઢડા (સ્વા.)