મનોહર દાસ રચીત પદ..
................................
સાચા ધણીનું સમરણ કરીલે.
માયા છોડી દે મન કી
સ્વાર્થના સહુ સગા સબંધી.
સંગત કરીલ તું સંત કી.ટેક...
શ્વાસે શ્વાસે સમરણ કરીલે.
દોર સાંધીલે દમ કી.
સત સબ્દકી સીડી પકડ લે.
લેહ લગા લે લગન કી.ટેક...
જાંજ પખાજને વીણાયુ વાગે.
અવાજ સુન તું અંતર કી.
બહુનામી ગુરુ બાવદાસ બોલે.
સુનલે ધૂન તું ઉનમુન કી.ટેક...
સતગુરુએ મને શાન બતાવી.
મનોહર કહે ઉન ઘર કી.
જન્મ મરણના ફેરા ટળીયા.
મટી ગઈ માર જમ કી.ટેક...
..............................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ...