આજે સવારે કામ કરતા કરતાં એક શાકવાળાની બુમ સાંભળી,
યાદ આવ્યું કે ઘરમાં કઈ શાક નથી, લેવું પડશે!
મારે કામ ઘણાં હતા તો થોડી આળસ ચડી, મે દૂરથી શાક વાળાને ઉભા રહેવા કહ્યું,
એ ભાઈ ઉભા પણ રહ્યા એની લારી લઈને, મે દૂરથી ગુવાર માંગી,
૨૦ ની ગુવાર એને તોલીને રાખી,
મે ફટાફટ ૨૦ રૂપિયા છૂટા કાઢીને એને બૂમ પાડી,
" એય ભાઈ, જરાં આપી જાવને મને ગુવાર, મારે બહુ જ કામ છે."
એને મારી વાત માની મારા ઘર તરફ આવવા પ્રસ્થાન કર્યું,
મારું ધ્યાન એના લંગડાતા પગ સામે પડી!
મનમાં ધ્રાસકો પડ્યો, હું સ્તબ્ધ બની ગઈ!
મારા સ્વાર્થ માટે કોઈ ગરીબના પેટને ક્યાં કકડાવી નાખ્યું?
આજે ખરેખર હું મારી જાતને લંગડી મહેસૂસ કરી રહી હતી,
૨૦ રૂપરડીના રોફમાં આજે હું ગરીબ બની ગઈ!
- સેતુ