હું જ છું બસ હું જ છું,
મારુંય મારું, ને તારુંય મારુ
કહેનારો ઇન્સાન આજે બેબસ છે.
નથી મને પરવા,નથી કોઇની જરુર,
હરિફાઇની દુનિયામાં ધન-દોલત,ઓળખાણ
કમાનારો ઇન્સાન આજે બેબસ છે.
મહામારીનું રૌદ્ર સ્વરુપ જોઇ, ભીખ માંગનારો
ચેતવ્યો ન ચેતાયો, કુદરતી ઑક્સિજન કાપતો
જનારો ઇન્સાન આજે બેબસ છે.
વૃક્ષો વાવો-જીવન બચાવો કહેનારો,
વૃક્ષો કાપ્યાં જાણે શ્વાસ કાપ્યાં, એ પાપી
બનનારો ઇન્સાન આજે બેબસ છે.
એ જીગર! ધીરજ રાખ, વિશ્વાસ રાખ,
હિસાબ બરાબર ન થાય ત્યાં સુધી,
ન્યાય કરનારો મારો ભગવાન પણ બેબસ છે.