Gujarati Quote in Poem by Setu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પ્રવાસ ચીતર્યો,

ગળપણના ગુણોની ,

એમાં મીઠાશ ઉમેરી,

અવિરત ચાલવાનું છે,

તો,

ભાથામાં વિશ્વાસ ભર્યો,

કોઈ સંગાથ મળી જશે,

એની આશાએ,

એકાદ મુઠ્ઠી સ્નેહ,

સાથે રાખ્યો છે,

રસ્તામાં ક્યાંક એકલતા આવી પડે તો?

એને માટે મધુરું ગીત લીધું છે,

એને ગણગણતા મુકામે જવું છે!

જો કે મુકામ ક્યાં?

એની ખબર નથી,

તોય મુસાફરી અવિરત કરી છે!

મુસાફરી લાંબી છે,

એના માટે સાદગી સાથે રાખી છે,

થાક લાગી જશે તો?

ડર તો છે દિલ માં,

એટલે હિંમતને હાથવગી રાખી છે!

જિંદગી છે સાહેબ!!!

કેવી જીવીશું એ ધણી ને ખબર,

પણ જે જીવીશું એ આંખે મુકવી છે!

- સેતુ

Gujarati Poem by Setu : 111696111
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now