બકો: હલો...
સુરતથી માસા બોલું છું: તારી માસીને કોરોના આવ્યો છે.
બકો: ચિંતા જેવું નથી ને?
માસા: સારું છે આમતો. બેંગ્લોરવાળા મારા સાઢુભાઈ ના કહેવા પ્રમાણે નાક માં ગૌમૂત્રનો અર્ક નાખે છે. ને કાનપુર વાળા વેવાઈ ની સલાહ પ્રમાણે ડોલો શરૂ કરી દીધી છે. તેમણે હમણાં રેમડેસીવીએર ની ના પાડી છે. ને હમણાં whatsapp માં વિડિઓ જોઈને ઇ પ્રમાણે પ્રાણાયામ શરુ કરી દીધા. ને બાજુવાળાએ કીધું ઇ પ્રમાણે ડુંગળીના રસ ને કપૂરની ભૂકી નો માલિશ કરી દઉં છું અને નાક મા લીંબુ ના ટીપાં નાખું છું તારી માસી ને.
જોકે કલકત્તાવાળા કાકા ડોલો લેવાની ના પડે છે બહુ અે ન લેવાય એમ કહે છે એટલે હવે મારા મિત્ર કાકુ ને ફોન કરી ને પૂછી લઈશ શું કરવું તે. આપણો રઘોં કેતો તો એ પ્રમાણે મીથીલીન બ્લુ પણ ચાલુ કરવું છે.
બકો: ડોકટર શું કહે છે?
માસા: હજી ડોકટરને નથી બતાવ્યું. બતાવવું જરૂરી છે?
😳
બકો: પાગલ છો કે શુ ?