ફક્ત સુખની જ વાત કરે એ મિત્ર, પણ
સુખની સાથે હિતની વાત કરે એ કલ્યાણમિત્ર.
ફક્ત આલોકની જ વાત કરે એ મિત્ર, પણ
આલોકની સાથે પરલોકનીય વાત કરે એ કલ્યાણમિત્ર.
મિત્રો તો ઘણા હોય છે સાહેબ, પણ
કલ્યાણમિત્ર નસીબવાળાને જ મળે છે.
સ્વ ના જીવનમાં કદાચ કલ્યાણમિત્ર ન હોય, તો દુઃખી ના થશો,
પ્રયાસ કરો કોઈના જીવનમાં, તમારું સ્થાન કલ્યાણ મિત્ર તરીકે હોય..!
લિ.
: વિચારોનું વૃંદાવન :