Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"અંબોડો"
-@nugami.

ગાયત્રી રોજ ની જેમ પથારી માંથી ઊઠીને અસ્તવ્યસ્ત વાળમાં હાથને આઘાપાછા કરીને અંબોડો લીધો.
એનું માનવું હતું કે, સ્ત્રી ખુલ્લા વાળ કરતાં,બાંધેલા વાળમાં વધુ બંધાયેલી રહે છે.

પોતાના સ્વજનો માટે રસોઈ બનાવતી વખતે સ્ત્રીની સુંદરતા અંબોડા માં કેદ હોય છે.
સાસરિયાંઓની લાજ કાઢતી વખતે સ્ત્રી ની સુંદરતા અંબોડા માં બંધાયેલી રહે છે.
બાળક ને ઉછેરતી વખતે એના પાલનપોષણ કરતી વખતે પણ અંબોડા માં એની સુંદરતા કેદ હોય છે.

એક બાજુ ગેસ પર ચા માટે પાણી ગરમ કરવા મૂકી ને બીજી બાજુ મન ની મનગમતી સેન્ડવીચ બનાવી ,અને સાસુ સસરા માટે હળદરવાળું દૂધ.
એકલા હાથે બધી જવાબદારી લેવા માટે કાળજા કઠણ જોઈએ.
મયુર ગાયત્રીને જીવન ની મજધારે એકલી મૂકી ને ઈશ્વર ને વ્હાલો થઈ ગયો હતો.
હવે જીવન નો એકમાત્ર આધાર હતો મન.
આજે મન ની ssc ની પરિક્ષા અંતર્ગત મિટિંગ હતી.ફટાફટ ઘરના બધા કામ પતાવી ને ગાયત્રી તૈયાર થઈ ગઈ.
એની એક જ રીત તૈયાર થવાની સાડી અને માથા પર ઊંચો અંબોડો.
મન સ્કૂલમાં જવા માટે તૈયાર થઈ ને હોલ માં બેઠો હતો,
ત્યાં ગાયત્રી એ કહ્યું," ચાલ મન,મોડું થઈ જશે."
મન બોલ્યો,"પહેલાં તો મા,તું આ અંબોડો છોડ."
ગાયત્રી બોલી,"કેમ બેટા,અંબોડ માં શું તકલીફ છે?"
મન બોલ્યો," મા,અંબોડ કરતાં તું ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગે છે.તને ખબર છે?"
ગાયત્રી આ વાત સાંભળતા જ અચરજ પામી,અને બોલી,"મારા વ્હાલ,તું આટલો બધો સમજણો ક્યારથી થઈ ગયો?"
મન બોલ્યો,"એમાં શું સમજવાનું હોય મા,તું બધા ની ચિંતા કરે,તો શું મારે તારી થોડી પણ ચિંતા નહિ કરવાની?"
ગાયત્રી કહે," અંબોડો હોય કે ખુલ્લા વાળ હોય ,શું ફરક પડે?"
મન ગાયત્રી ના હાથ ને પોતાના હાથમાં લઈને બોલ્યો,"મા,જ્યારે તું અંબોડો બાંધે છે ને,ત્યારે તું બીજા માટે જીવે છે.પણ જ્યારે તું ખુલ્લા વાળ રાખે છે,ત્યારે તું રાહતના શ્વાસ પોતાના માટે લે છે.આ મેં અનુભવ્યું છે."
કંઇ જ નથી આ સંવાદમાં,
છતાંય ઘણું બધું છે,
લાગણી,અપાર પ્રેમ,નિખાલસતા,સંવેદના,વ્હાલ.....

મન ની આ વાત સાંભળી ને એક સેકંડ પણ વિચાર કર્યા વિના એણે માથા પરનો અંબોડો છોડી ને વાળ ને ખુલ્લા કરી દીધાં.
જવાબદારીઓ તો ક્યારેય પૂરી નહિ થાય.
માટે,ક્યારેક ક્યારેક સ્ત્રી એ આ અંબોડા ની જેમ જવાબદારીઓમાં થી મુક્ત થઈ પોતાના જીવન ને રાહતના શ્વાસ આપતાં રહેવું જોઈએ.
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111692676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now