મા ની સાધના
આ વાત છે ગુજરાત ના નવસારી જીલ્લા ના એક નાનકડા પરિવાર ની.રૂપિયા ટકે નાના માણસો હતા એટલે એક જ રૂમ મા તે અને તેનું પરિવાર રહેતું હતું.અને પરિવાર તો મોટું હતું 5 દીકરી એમના પપ્પા અને મમ્મી આટલા હતા પરિવાર માં પણ કંમાવવા વાર એક જ વ્યક્તિ હતા જેમ તેમ કરી ને પરિવાર ચલાવતા હતા.પણ બને ને એક જ ચિંતા સતાવતી હતી.એમને કોઈ પુત્ર નતો બસ બધી દીકરી ઓ જ હતી.અને બને ની ઇચ્છ હતી કે એમને પણ એક પુત્ર હોઈ પણ સંતાન નું તો ભગવાન અને કર્મ પર હોઈ.પછી એમને ઘર માં જે માતા હતી એ ભગવાન માં શ્રદ્ધા અને વિશ્વાસ વારી હતી એટલે એમને એક પુત્ર પ્રાપ્તિ માટે ઘણી કઠિન માનતા રાખી , વિધિ કરવી , અને કહેવાય છે ને કે સાચી શ્રધા થી જો કાઈ કરીયે તો એ સફળ થાય છે,બસ તેવી જ રીતે એક માની મમતા અને એની શ્રદ્ધા ના કારણે તેના ઘરે તુલસી પૂજન દિવસ ના દિવસે પુત્ર પ્રાપ્તિ થયો.પુત્ર ઘણો તેજસ્વી હતો ,કહેવાય કે સાક્ષાત હનુમાનજી એ આપ્યો હોઈ એમ એની પીઠ પર હનુમાનજી ની ગડા ના આશીર્વાદ સાથે 5 દીકરી પર એક.દીકરો પ્રાપ્ત થયો.જનમ તા જ સાધુ સંતો એ ભવિસ્ય વાની કરી કે આ પુત્ર ખાસ કામ માટે જનમ્યો છે વીસેસ યોગ રહેશે એનો તમારા ઘર માં.આ સાંભળી ને માતા ના હરખ નો પાર ન રહ્યો .જાણે દુનિયા ની બધી ખુશી એને મળી ગઈ હોય એમ .પછી તો સુ બધી બહેન પણ ખૂબ જ ખુશ હતી એક નાનો બાળક ઘર માં આવે એટલે.બધા ઘણું ધ્યાન રાખતા.બધા ને ઘણો વહાલો હતો પુત્ર.