🌺 સ્નેહની લહેર 🌺
“ સૂતર આંટીની સમી આ જિંદગાની,
તાણું એક તાર વળે ગુંચળે વીંટાતી,
જરા મૂકું ઢીલ ભલા ભાવે રણઝણતી,
સહેલાવું સ્નેહતાર સોણી સમજણથી,
નેહના લહેરિયામાં જાઉં રે તણાતી,
અવળી ધારા અદલ પ્રીત એ અજાણી,
પંખીની પાંખ સાથ વાદળી વણાતી,
વ્હાલપની હોડમાં આગવી ગણાતી,
શાંતિના સરોવરમાં છમછમતી ઘૂઘરી,
“યાદગાર મણકાની માળા પહેરાવી,
તાર તાર તન્મયતા કામળી વણાવી,
એકાંતે આજે એની હૂંફમાં સમાણી.”
......સરયૂ પરીખ.