જીવન..
મધુર જીવન પ્રેમથી માણી લેવાનું
મુત્યુ હસતા મને સ્વીકારી લેવાનું..
એક દિવસ આ દેહને છોડી જવાનું
આમ લખેલું બધું અહીં રહી જવાનું..
યાદ આવે તો ફરી વાંચી લેવાનું
જીવન સરળતા થી જીવી લેવાનું..
વર્તમાન મા જીવન અઘરું લાગે તો,
જરા ભૂતકાળ મા ડોકિયું કરી લેવાનું..
સતાવે લાગણી તો અશ્રુ ટપકાઈ લેવાનું
ચૂપચાપ એકાંત મા રડી લેવાનું..
-Ek Vichar ❤️