પપ્પા, હું કેટલી સમજદાર થઇ ગઈ..
કે હું ઉંમર પહેલા જ મોટી થઇ ગઈ...
એક એક વસ્તુ માટે જીદ કરી કકળાટ કરતી,
આજે અન્યની જીદ અને ઈચ્છાઓ સામે ઝૂકતી થઇ ગઈ..
પપ્પા
હું ઉંમર પહેલા જ મોટી થઇ ગઈ...
કેટકેટલીય ભૂલો કરી માફી મંગાવતી તમારી પાસે,
આજે અન્યની ભૂલો હોય છતાં ખુદ માફી માંગતી થઇ ગઈ...
પપ્પા
હું ઉંમર પહેલા જ મોટી થઇ ગઈ...
જ્યાં સુધી ઘરે ના આવું ત્યાં સુધી રાહ જોતા તમે મારી,
આજે અન્યની રાહ જોઈ થાકી એકલા જમતી થઇ ગઈ...
પપ્પા
હું ઉંમર પહેલા જ મોટી થઇ ગઈ...
નાની અમથી વાતમાં રડી રડીને ઘર આખું માથે લેતી,
આજે ઘરનો કોઈ ખૂણો શોધી એકલા રડતી થઇ ગઈ...
પપ્પા
હું ઉંમર પહેલા જ મોટી થઇ ગઈ....
પપ્પા, હું કેટલી સમજદાર થઇ ગઈ...
કે હું ઉંમર પહેલા જ મોટી થઇ ગઈ...