ક્યારેક આમ જ તારું મારા શહેરથી નીકળવાનું થાય ત્યારે,
થવી જોઈએ તને ઈચ્છા મારા હાલ જાણવાની,
અને વળવા જોઈએ તારા કદમો મારા ઘર તરફ,
આખરે ક્યાં સુધી હું જ એકલી જોઉ રાહ તારી,
ક્યારેક તું પણ મારી માફક ઈંતેજાર કરી તો જો,
ત્યારે તને સમજાશે મારા હાલાત તારા વગરનાં,
ફક્ત એક વખત મુલાકાત કરી લે,
પછી થાય ન એવું કે તે હોય આખરી મુલાકાત તારી ને મારી!
મૈત્રી બારભૈયા