પ્રકૃતિને જો ભૂલ્યો, લટકો કીધો
ને પ્રસાધન વાપરતાં ભપકો કીધો.
જીભ ઉપર સંયમ , રાખ્યો ક્યાં?
સ્વાદ જ માટે જો ને , લપકો કીધો.
કુરબાની આપવા, રિવાજો માંહી,
કાળજૂ છે નાજૂક , કટકો કીધો.
એક ઘા ને, બે ટૂકડા દાંતને ભીંસી,
દ્વેષી ભૂલ્યો દ્રષ્ટિને , ખચકો કીધો
વિસરાઇ ગઈ છે સ્મૃતિજ ખૂદની,
આનંદ ત્યાંખુદ્દારીને 'ય ફટકો કીધો.
-મોહનભાઈ આનંદ