Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"ABCD of life".
-@nugami.

દરેક માતા પિતા પોતાના સંતાન ને હંમેશા પોતાના કરતાં પણ બે ડગ આગળ વધતાં જોવા ઈચ્છે છે.

એના માટે બધું જ કરી છૂટે છે.સારા માં સારું ભણતર,સારા માં સારી સગવડ,સારા માં સારી રહેણીકરણી ઉપલબ્ધ કરે છે.એ પેટે પાટા બાંધીને પણ બાળકના પેટનો ખાડો પૂરે છે.

નથી દિવસ જોતાં કે નથી રાત,બસ એમનું એક જ લક્ષ્ય હોય છે,પોતાના બાળક ને એક સુખી અને સમૃદ્ધ જીવન આપવાનું.

ભણતર ની ABCD તો બાળક શીખી જશે અને એના આધારે સુખ મેળવી પણ લેશે,
પણ એ સુખ ને કેવી રીતે ટકાવી રાખવું અને એ સુખનો આનંદ દુઃખમાં પણ કેવી રીતે લેવો ,એ તો બાળક ગણતર ની ABCD થી જ શીખી શકે.
ઘર નું વાતાવરણ ,ઘરના સંસ્કાર બાળકના જીવન પર ગાઢ છાપ છોડી દે છે.
મેં જરાક પ્રયત્ન કર્યો છે એ ગણતર ને ABCDમાં રજુ કરવાનો,
A - આદર

B - બહાદુરી

C - ચતુરાઈ

D - દ્રઢતા

E - એકાગ્રતા

F - ફાની દુનિયા ની મહત્તા

G - ગૌરવ

H - હેત

I - ઈમાનદારી

J - જોમ

K - કરુણા

L - લાગણી

M - મર્યાદા

N - નરમાશ

O - ઓજસતા

P - પ્રયત્નશીલતા

Q - કામગરું

R - રાહી

S - સારાપણું

T - ત્વરિત્તા

U - ઊંડાઇ

V - વિકાસશીલ

W - વિચારશીલ

X - પ્રયોગશીલ (experimental)

Y - યોગ્યતા

Z - ઝડપ.

બાળક પાસે બધી જ સુખ સગવડ હશે,પણ એને જીવતા નહિ આવડે તો એ બધું જ નકામું.
ભણતરની સાથે મળેલા સુખને ટકાવી રાખવા ગણતર ખૂબ જ જરૂરી છે.
ભણતરથી બાળક ચોક્કસ આગળ વધે છે,પણ એની સાથે આગળ વધતા એ માણસાઈ,ભલાઈ, બધું પાછળ મૂકતું જાય છે, એને જીવનભર ટકાવી રાખવા ગણતર જરૂરી છે.
ભાર માત્ર ભણતર પર નહિ,ગણતર પર પણ હોવો આવશ્યક છે.જેથી બાળક જીવનનાં ખુલ્લા આભ માં દરેક પડાવ પર રાહતના શ્વાસ લેવાની કળા શીખી શકે.
અને એક સારા વ્યક્તિત્વ સાથે ઊભરી ને આવી શકે.
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111688883
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now