કોઈ વાતો મનમાં, મોઘમ ઠીક છે,
શૂન્યમાં લય હોય , હરદમ ઠીક છે.
કોણ કોને, ઓળખે છે, જો જરા,
પોત પોતામાં જુઓ આદમ ઠીક છે.
ક્યાંક ફેરો થાય છે , ફોગટ કદી,
શ્વાસનાંઅટકે , કદમ દમ ઠીક છે.
જો રિસાઈ ને ,કદી ટીખળ ભજો,
પ્રેમ ત્યાં જો પટકે ,એક દમ ઠીક છે.
હોય છે આનંદ ,ભીતર આત્મ માં,
પોઢતા ત્યાં દર્દ ને , ગમ ઠીક છે.
-મોહનભાઈ આનંદ