ઈતના ભેદ ગુરુ : હમકો બતા દો, હમકો બતા દો,
સમજ પકડો ગુરુ મોરી બૈયાં રે... હો... હો... જી...
જલ કેરી મછિયાં જળમાં વિયાણી... જલ કેરી મછિયાં...
ઈંડા એના અધર સમાયા રે,
ઈંડા એના અધર જમાયા... હો... હો... જી.
ઈ રે ઈંડામાં છીંડાં રે નોતાં... ઈ રે ઈંડામાં...
પવન એમાં કહાં સે પધરાયા .રે... હો... હો... જી...- ઈતના ભેદ ગુરુ...
ધરતી પર બાવે ચૂલા રે બનાયા... ચૂલા રે બનાયા...
આસમાન તવા રે ઠેરાયા રે... હો... હો... જી...
ચાર ચાર જુગ કી લકડી જુલાઈ... ચાર ચાર જુગ કી...
ધુંવા એના કહાં રે સમાયા રે... હો... હો... જી.- ઈતના ભેદ ગુરુ...
ગગનમંડળમાં ગૌવા રે વિયાણી... ગોવા રે વિયાણી...
ગોરસ અધર જમાયા રે... હો... હો... જી.
સંતોએ મિલકર ક્યિા રે વલોણા... સંતોએ મિલકર...
માખણ કોક વિરલે પાયા રહે... હો... હો... જી.- ઈતના ભેદ ગુરુ...
શૂન રે શિખર પર ભમરગુફા મેં, આસન અધર ઠેરાયા રે...
કહત કબીરા, સુનો ભાઈ સાધુ
સમજ્યા સોઈ નરને પાયા રે... હો... હો... જી.- ઈતના ભેદ ગુરુ...