આવરણને , હટાવી ને જોઈ લેજો,
મરણ શું છે, મટાવી ને જોઈ લેજો.
ખોળ તારું હકીકતમાં, વજૂદ સાચે,
વજહ મન માં, મનાવીને જોઈ લેજો.
હોંશે હરગીઝ ક્યારે , હોય છે તું
થોડી મદહોશી, લાવીને જોઈ લેજો.
કોણ જાણે ખરેખર ત્યાં, સત્ય દર્શન,
તું બજારો ભરાવીને , જોઈ લેજો
સમજદારીમાં દુનિયા દારીને સમજી,
ખૂદ આનંદ , તાવીને , જોઈ લેજો.
-મોહનભાઈ આનંદ