સ્ત્રી અને પુરુષ.
સ્ત્રીને ઝઝુમતાં અને જીતતા આવડે છે,
તે કદી તૂટી જતી નથી.
પુરુષ જીત્યા પછીયે હારી જતો હોય છે,
સ્ત્રી હાર્યા પછીયે જીતી જાય છે.
પુરુષ સ્વમાનને છોડી શક્તો નથી,
સ્ત્રી મોટે ભાગે સ્વમાન છોડીને
સમર્પણ કરી લેતી હોય છે.
જિંદગીથી થાકેલો પુરુષ વ્યસની બંને છે,
જિંદગીમાં વારંવાર નિષ્ફળતા પામેલી સ્ત્રી
અધિક સાહસિક બનીને જીવે છે.