અંધારી ઘાટીમાં રોશની બની આવવું છે
હું પતંગિયું થઈ ઉડવા માંગુ છું
જીવનની ગાડીમાં અસ્તિત્વને સ્થાન આપવું છે
હું સુખને સાથે લઈ હસવા માંગુ છું
રંગીલી દુનિયામાં ફૂલ બની ખીલવું છે
હું પ્રેમની સુગંધ ફેલાવા માંગુ છું
મારે તાપને કાપતો એ પડછાયો બનવું છે
હું નફરતને ધૂળમાં ભેળવવા માંગુ છું
ઉદાસી ચહેરા ની ખુશી બની લડવું છે
હું જીવોને સ્મિત આપવા માંગુ છું
દુઃખ સામે દીવાલ બની નડવું છે
હું તૂટેલા સંબંધોને સાચવવા માંગુ છું
મારે સત્યરૂપી એ મેડલ પહેરવું છે
હું દરેકમાં રહેલા દુર્ગુણોને વિખેરવા માંગુ