Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જંતરી ભવણીદાસની
🪕🌼🪕🌼🪕🌼🪕

તમે જો જો રે,આમાં જંતરી નો બજાવનાર કોણ છે ?

નહિ એને તત્ત્વ,નહિ એને તાર
વચનમાંથી વચન બોલે,બહુ કરે પોકાર
તમે...

ન જોવાય રૂપ એનો,ન લેવાય પાર
કહું તો કહેવાય નહીં,બોલે બાવનબાર
તમે...

જ્ઞાન,ધ્યાન,છંદ,રાગ,પહોંચે નહિ વેરાગ
ભોજનીયા એને ભાવે નહિ,વચનનો આહાર
તમે...

શેષ અખર ધૂન લાગી,વચન રણુંકાર
જંતરી ભવાનીદાસની,જેને નામનો આધાર
તમે...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111686299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now