Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લીરલબાઈ ની વાણી
✍️🌻🌻🌻🌻✍️

પધારો ગુરુ મારા સતની વેલડીએ, 

આવા રૂડા ઋતે સત ફળ જોને લાગ્યા રે હાં

બીજને વરતી તમે બીજક વાવો, તમે વાવોને વિશ્વાસ જાણી;
હે કરણીનાં તમે ક્યારા બાંધો, પ્રેમનાં સીંચજો પાણી;
પધારો ગુરુ મારા સતની વેલડીએ...

ઊગી છે અમરવેલ, એના મૂળ તો કિયારા મેલી;
હે ફાલી ફૂલી ને સંતો એ તો નીજીયા ધરમમાં રહેલી
પધારો ગુરુ મારા સતની વેલડીએ...

પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી, રાજા હરિશ્ચંદ ને તારાદે રાણી;
હે પાંચ પાંડવ ને સતી દ્રૌપદી, રાજા બલિને ઘેર ઓળખાણી
પધારો ગુરુ મારા સતની વેલડીએ...

ભાઈલાનાં ભાગ્ય જાગે, તે'દિ વેલડીએ રૂડાં ફળ લાગે;
હે ધરમની તમે મર્યાદા પાળો, અને ખરી વૃત્તિમાં ખેલો
પધારો ગુરુ મારા સતની વેલડીએ...

ભાઈલા ધીર ભાવ રાખો, ડાળીયું મેલીને તમે ફળને ચાખો;
હે બોલીયા છે 'લીરલ' બાઈ, તમે સદાય શરણમાં રાખો
પધારો ગુરુ મારા સતની વેલડીએ... 
🦢સંતોના ચરણોમાં નમસ્કાર👏

Gujarati Religious by બાબા સત્સંગી : 111686296
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now