*રામ નામ નો પ્યાસી*
✍🏻 *ગુરુ નાનકજી*
🐚🐚🐚🐚🐚🐚🐚
રામ નામના પ્યાસી મારા હરિ નામના પ્યાસી ભમરા
ભલે ને આવ્યો રે
હે જી મારા રામનામના પ્યાસી
સ્વર્ગ ભવનથી ભમરો આવ્યો
સ્ત વૈકુંઠ નો વાસી
પ્રેમનો પ્યાલો મારા સદગુરુએ પાયો
મીટ ગયો ચોરાસી
ભમરા...
કરી લે ને ભમરા સદગુરુ ની વાતું
ઉનમુની આરાધી
જગમગ જગમગ જ્યોત જલત હે
જાગી તેને લાગી
ભમરા...
ફૂડ કપટ કછુ કામ ન આવે
મનમાં લેજો વિચારી
અગમખેલ અનહદ વાગે
વચન બોલે વૈરાગી
ભમરા...
કરીલો ને સાચા સંતોની સેવા
આતમ જો જો જાગી
કહે ગુરુ નાનક ગનગ પ્રતાપે
મારી ભવ ભ્રમણા ભાંગી
ભમરા...
🙏🙏🙏🙏🙏🙏🙏