Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધ્રુવ પ્રહલાદ ની વાણી
🙏🙏🧎🏻‍♂️🧎🏻‍♂️🙏🙏

અજરા કાંઈ જરિયા ન જાય‚ એ જી વીરા મારા !
અજરા કાંઈ જરિયા ન જાય
થોડે થોડે સંતો પિયો હો… જી…
થોડે થોડે સાધુ પિયો હો… જી…

તન ઘોડો મન અસવાર… હે… જી વીરા મારા! તન ઘોડો મન અસવાર…
જરણાના જિન ધરો રે ધરો હો જી…

કળજુગ કાંઇ કાંટા કેરી વાડય…હે જી વીરા મારા! કળજુગ છે કાંટા કેરી વાડય
જોઈ જોઈ પાંવ ધરો રે ધરો હો જી…

ચડવું કાંઈ મેરુ આસમાન… હે જી વીરા મારા! ચડવું કાંઈ મેરુ આસમાન…
એમાં આડા અવળા માર્ગ ઘણાં રે ઘણાં હો જી…

શીલ બરછી સત હથિયાર… હે જી વીરા મારા! શીલ બરછી સત હથિયાર…
માંયલાસે જુદ્ધ કરો રે કરો હો જી…

બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ… હે જી વીરા મારા! બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ…
તમે અજપાના જાપ જપો રે જપો હો જી…
🙏🏼સંતોના ચરણોમાં વંદન🙏🏼

Gujarati Religious by બાબા સત્સંગી : 111686293
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now