*ત્રિકમ તન માય પ્રગટ્યાં અખંડ ભયો અજવાશ તીમીર હતાં ટળી ગયાં રે ભાવે ભજે ભીમદાસ*
*ઉઠત રણુકાર અપરંપારા અખંડ આરતી બાજે એ ઝણુકારા*
*આપે રે નરને આપે નારી આપે રે બાજીગર બાજી પસારી જલમલ જ્યોત અખંડ ઉજીયારા નૂર નિરંતર તેજ અપારા*
*સોળ રે વાલ પર રતિ સરદારા ચૌવદસી બોલે ગુરૂ વચન ચોધારા સતગુરૂ ત્રિકમ સાહેબ હમારા આપે બોલે ગુરૂ બાવન બારા*
*કહે #ભીમદાસ બ્રહ્મ સિંધુ સારાં બ્રહ્મ જળ ભર્યા ભિતર બારા*
*ઉઠત રણુકાર અપરંપારા અખંડ આરતી બાજે એ ઝણુકારા*