Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*નહી જાવે રે નર નહી જાવે,*
*જેણે સદગુરુ સંતોને સેવ્યા નર નહી જાવે.....*

અહીં જીવણબાપા એવા એક સાધકની વાત કરે છે, જેમણે સાચી સાધના કરી છે, જેને સાચા સદગુરુનું માર્ગદર્શન મળ્યું છે, જેને સાચા સદગુરુનું સાનિધ્ય મળ્યું છે, તેને કહે છે *નહી જાવે રે નર નહી જાવે...* આવા સાધક જે સદગુરુને સમર્પિત છે, જેની ગુરુવચનમાં અહોર્નિસ સૂરતા લાગેલી છે, તેમાં નર નારીનો ભેદ નથી પરંતુ અહીં જીવણબાપા નર શબ્દનો એક પ્રતીક રૂપે ઉલ્લેખ કરે છે, નર એટલે પુરુષ... પુરુષ કઠોર પરિશ્રમ કરી જાણે છે, જ્યારે નારી કોમળ હોય છે, પરંતુ સાધનાનાં માર્ગ પર દ્રઢ સંકલ્પવાન વ્યક્તિ જ ચાલી શકે છે, એટલા માટે નર શબ્દ પ્રયોગ કર્યો છે, *"નર"* આવા સાધક આ જગતમાંથી ખાલી હાથે નથી જતા, એમનો જન્મ ફેરો નિષ્ફળ નથી જતો, કોનો? તો જીવણબાપા કહે છે *જેણે સદગુરુ સંતોને સેવ્યા* જેમણે સદગુરુ સંતોની સેવા કીધી જેણે આવા સદગુરુ સંતોનું સાનિધ્ય અને માર્ગદર્શન મેળવીને સાધના કરી છે, આવા સાધકો આ જન્મ નિષ્ફળ જતો નથી...

Gujarati Religious by બાબા સત્સંગી : 111686287
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now