પ્રેમ સ્પંદિત જાળ તો હોય છે,
અર્થમાં કોઈ , કાળ તો હોય છે;
શબ્દ મોઘમ , ભીતરી વેદના ,
લાગણી માં ભાળ તો હોય છે;
નીતરી છે જો , હવે ચાંદની,
ચાંદ ને' પણ , આળ તો હોય છે;
દુશ્મનો લોહીનાં, તરસ્યા હશે,
દિલ માં કોઈ, ફાળ તો હોય છે;
પ્રેમ વ્હેમી, ખેલ માયિક ઘણો,
જો હ્દય માં, લાળ તો હોય છે;
-મોહનભાઈ આનંદ