હદ માં બાંધી હસ્તિ દુનિયા,
કદ માં બાંધી, કસ્તિ દુનિયા.
છે અમાસી રાતો, કાળી જો,
ચાંદો ખૂએ , અસ્તિ દુનિયા.
છે ગજબ ઠાલી વાતો અહિયાં,
ચૂપ્પી સાધી, હસતી દુનિયા.
ગગન મહીં , ગાજે વાદળ જો,
ઝબુકે વિજળી ઝબક્તી દુનિયા.
હોય છે આનંદ, સહજતા માં,
ખૂદમાં જોઈ , મસ્તી દુનિયા.
-મોહનભાઈ આનંદ