ચક્કર ફરતુ રહે કુંભારનું ચાકડુ.
જન્મને મરણ ફેરા , ફરતાં ફાંકડું.
છૂટે છે ક્યાં માયા , મરતા સુધી,
સ્વાર્થ માં જીવન બન્યુ છે સાંકડું.
ઈચ્છા તોરણ, લટકાવીને રાખો,
મન આપણું , હોય છે જો લાડકું.
ચંચળતા દૂર, થાય છે જ ક્યાં ,
જોને મન ખરેખર , તો છે માંકડું.
મુક્તિ ભુકતિ ખેલ છે આપ મહીં,
જીવો આનંદિત સમતા માં ઠાવકુ.
-મોહનભાઈ આનંદ