રમતા જોગી ,હસતા રમતા રહેવું,
અભિમાન જરા ,છોડી નમતા રહેવું.
ભાવમાં ભડભડતી સળગાવી ભઠ્ઠી,
વણતાં તાણાવાણા, ગમતા રહેવું.
વાટલડી જોતી , રવિ ની કળી ઓ,
ખીલી ઉઠતી મહેંકમાં હસતા રહેવું.
કલરવ કરતાં બાગ, મહીં જો પંખી,
દિલ ખુશ થઈને, ગીતો ગુંજતા રહેવું.
જીવન ઝરમર , થોડા છે શ્વાસો માં,
આનંદ ઉજાણી, અહિં કરતા રહેવું.
-મોહનભાઈ આનંદ